Saturday, November 5, 2022

arya samaj niyam

 1. सत्य के ग्रहण करने और असत्य के छोडने में सर्वदा उद्यत रहना चाहिये।

2. सब काम धर्मानुसार, अर्थात सत्य और असत्य को विचार करके करने चाहियें। 3. संसार का उपकार करना इस समाज का मुख्य उद्देश्य है, अर्थात शारीरिक, आत्मिक और सामाजिक उन्नति करना। 4. सबसे प्रीतिपूर्वक, धर्मानुसार, यथायोग्य वर्तना चाहिये। 5. अविद्या का नाश और विद्या की वृद्धि करनी चाहिये। 6. प्रत्येक को अपनी ही उन्नति से संतुष्ट न रहना चाहिये, किंतु सब की उन्नति में अपनी उन्नति समझनी चाहिये। 7. सब मनुष्यों को सामाजिक, सर्वहितकारी, नियम पालने में परतंत्र रहना चाहिये और प्रत्येक हितकारी नियम पालने सब स्वतंत्र रहें।

Friday, December 3, 2021

એકાત્મ સત્ય – એકાત્મ ઈશ્વર

એકાત્મ સત્ય – એકાત્મ ઈશ્વર

જીવનમાં જે છે એ નથી અને જે નથી એ પણ નથી. અહીં કોઈ ઈશ્વર નથી, કોઈ અસુર નથી. ન કોઈ માણસ છે ન કોઈ જીવ આ બસ સમય છે. અને સૃષ્ટિ તેમજ પ્રકૃતિ એ સમયનું ફરતું ચક્ર છે. ન રામ હતા કે ન રાવણ હતો, ન કૃષ્ણ હતા કે ન કંસ હતો, ન વાસુદેવ હતા કે ન શિશુપાલ… બસ સમય હતો અને હતા એના ખેલ…

ન હું હું છું કે ન તું તું છે. સિક્કો આપણે જોયો છે એ શેનો બનેલો છે એ પણ આપણે જાણીએ છીએ, છતાં આપણે બે બાજુઓ દ્વારા રચાયેલો સિક્કો જ સ્વીકાર્યો છે. ન્યાય અને સમજ માટે આપણે એને હેડ્સ અને ટેલમાં સ્વીકાર્યો, પણ અંતે તો એક સિક્કો જ ને…? આખર તો હેડ્સ અને ટેલ્સનું અસ્તિત્વ પણ એકાત્મમાં લિન છે. હજુ આગળ જઈએ તો લોખંડ અને ત્યાંથી આગળ ખનીજ, ત્યાંથી આગળ પ્રકૃતિ, અને ત્યાંથી આગળ જમીન, ત્યાંથી આગળ કુદરત, ત્યાંથી આગળ શૂન્ય.. અને શૂન્યની સ્વીકૃતિ.. કારણ કે અંતે જતા અને બધું તપાસતા આખરે તો સર્વે એક છે. માણસ માણસ અલગ નથી, કારણ કે એવું કોઈ તત્વ એનામાં છે જ નહીં, કે જે સૃષ્ટિના સમય ચક્રની વિરુદ્ધમા છે. જો આપણા ક્ષણિક વિચારો પ્રમાણે પણ માણસ જ સત્ય હોત, તો એ સનાતન પણ હોવો જોઈતો હતો. કારણ કે જેનો આરંભ છે એનો અંત છે, પણ જે સત્ય છે એ તો માત્ર અને માત્ર અનંત છે. સમય અનંત છે, જેનો કોઈ આરંભ નથી અને કોઈ અંત પણ નથી. કારણ કે પૃથ્વી કે બ્રહ્માંડના વિનાશ પછી પણ સમય હશે, હતો અને રહેશે…

સૃષ્ટિમાં અને આપણી આસપાસ જે બદલાય છે એ પણ સમય છે, અને જે નથી બદલાતો એ પણ સમય છે. સામાન્ય રીતે એક અને એક બે થાય છે, પણ આ માત્ર માણસ જાતિએ વિકસાવેલા નિર્ધારણ નિયમને અનુસંધાને ઘડાયેલા માપદંડો છે. એક અને એક બે જ થાય એ સનાતન નથી અને જે સનાતન નથી એ શક્ય પણ નથી. કારણ કે એક અને એક પણ અંતે તો એક જ થાય છે. બે આપણે રચેલી સંખ્યા છે, જેના દ્વારા એક કરતાં અન્ય ને જુદા પાડી શકાય. અન્યથા તો બધું એક જ છે, અંત કાંઈ છે એ માણસ નો ભ્રમ છે. વાસ્તવિક ભ્રમ તો બહુ મોટો છે.

માણસ અને માણસનું મગજ બંને બહુ ભિન્ન છે. માણસ સ્વંયને હું દ્વારા નિર્ધારિત કરે છે અને અન્યને તું દ્વારા નિર્ધારીત કરે છે. પણ જ્યારે આ જ પ્રશ્ન એ વ્યક્તિના સંદર્ભે લક્ષ્યમાં લેવાય ત્યારે એ રત્તીભર પણ બદલાતો નથી. એના મસ્તિષ્કમાં પણ પોતે હું અને આપણે તું ના અનુસંધાને જ હોઈએ છીએ. કારણ કે વાસ્તવમાં હું એ હું છે જ નહિ અને તું નું તો કોઈ અસ્તિત્વ જ નથી. આ હું અને તું ની અલગતા જ માણસ જાતિને સ્વયં માણસના દુશમન બનાવી રહી છે.

ગીતામાં શ્રી કૃષ્ણ એક બ્રહ્મ વાક્ય મુકતા ગયા હતા. જ્યારે વિશ્વરૂપનું સ્વરૂપ અર્જુન સામે કૃષ્ણે રજુ કર્યું, ત્યારે એમણે સૃષ્ટિ સામે એવું રૂપ બતાવ્યું હતું જેમાં આરંભ, અંત, જીવન, મૃત્યુ, આગ, પાણી, વાયુ, ધરતી, અને પ્રકૃતિને એક જ સ્વરૂપમાં તેઓ દર્શાવે છે. એમણે કહ્યું હતું ‘કે હે પાર્થ અંત પણ હું છું, અને આરંભ પણ હું છું. જ્યાં કાઈ જ નથી ત્યાં પણ હું છું અને જ્યાં કંઈક પણ અસ્તિત્વ ધરાવે છે એના અસ્તિત્વમાં પણ હું છું. હું જ સર્વસ્વ છું, સમય છું હું, પ્રકૃતિ છું હું, સ્વીકૃતિ છું હું, કાળચક્રની ધરી પણ છું હું, હું જ કાલ છું અને હું જ કાલી પણ છું.’ આ બધા જ વાક્યો બધા આજ પણ યાદ કરે છે. દેવ દેવીઓ પૂજાય છે. ધર્મના ધંધા ચાલે છે. ઘણું બધું છે જે ગીતાના ઉપદેશ બહારનું ગીતાના નામે પણ ચાલે છે. પણ જે મહત્વનું હતું એ કંઈક એમ હતું કે ‘આ હું જે છે એ જ સર્વસ્વ છે, કારણ કે હું એ અકાત્મ છું. હું ક્યાંય નથી છતાંય હું બધેય છું.’ આ જ વાક્ય એ સત્ય હતું જે કૃષ્ણની પરે હતું, અર્જુનની પરે હતું, સમયની સત્યતાને સમજવાનું એક માત્ર સૂત્ર જે બહુ ઓછાને સમજાયું. છેવટે આ જ વાક્ય એમણે વૃંદાવનમાં પણ સહજ રીતે કહેલું કે ‘રાધા હું તો સૌનો છું, છતાંય હું કોઈનો નથી.’ કૃષ્ણ બહુ ઓછાને સમજાય છે. કારણ છે, ઘણા બધા કારણો છે. કે જે કૃષ્ણને આપણામાં પ્રવેશવા નથી દેતો, કારણ કે આ પ્રવેશ સાંસારિક રસને જાળવી નથી શકતો. સંસાર અને અધ્યાત્મ વચ્ચે જે એકાત્મક સબંધ કૃષ્ણ જાળવી શક્યા હતા એ આજનો મનુષ્ય નથી કરી શકતો. પરિણામે એ એનાથી દૂર રહે છે, સમજવાનો દેખાવ કરે છે, કદાચ સમજે પણ છે. સમજવા છતાં એ એને જીવનમાં નથી ઉતારી શકતો, કારણ કે મોહ અને માયાનો ભાવ એને પ્રવેશવા નથી દેતો.

કારણ કે જે માણસ પોતાને બુદ્ધિમાન ગણવાની મૂર્ખતા કરી રહ્યો છે એનું તો અસ્તિત્વ જ નથી. એ જે કાંઈ પણ જીવે, જન્મે અને મરે છે એ માત્ર સમય છે, અને બદલાવ એ સમયનો પ્રવાહ છે. કારણ કે માણસ ન હતો ત્યારે પણ સૃષ્ટિનું અસ્તિત્વ હતું, પૃથ્વી ન હતી ત્યારે પણ સમય હતો, અને જ્યારે પૃથ્વીનું સર્જન થયું ત્યારે પણ સમય હતો. કદાચ સૃષ્ટિ પણ જન્મ સાથે અંતનો પૈગામ લઈને જ આવી છે. એટલે પૃથ્વીના અંત સાથે માત્ર પૃથ્વીનો અંત થશે પણ સમય… સમય સતત બદલાશે… કદાચ સમય પોતાના પ્રવાહ માટે ફરી કોઈ પૃથ્વીનું નિર્માણ કરશે… ફરી કોઈ સૂરજ, ચંદ્ર જેવા અકાશગંગાઓના નિર્માણ કરશે. અને બસ સનાતન અને સત્ય એવો સમય સતત અને અવિરત પણે પ્રવાહિત થતો રહેશે…

આપણે એકાત્મનું એક સામાન્ય ઉદાહરણ લઈને સમજીએ તો માણસના શરીરમાં અસંખ્ય કોષો છે, હાડકા, અંગો, ઉપાંગો, શરીર, અંતે દેહ. આ દેહ પછી માણસ બને, માણસો બનીને જૂથ, જૂથ દ્વારા પરિવાર, પરિવાર દ્વારા કુટુંબ, કુટુંબ દ્વારા પરિવાર, પરિવાર દ્વારા સમાજ, સમાજ દ્વારા સોસાયટી, સોસાયટી દ્વારા જ્ઞાતિ, જ્ઞાતિ આધારે જાતિ, જાતી આધારે વર્ણ, વર્ણના આધારે કોમ, કોમના આધારે ધર્મ, ધર્મના આધારે સમૂહ, સમુહોના આધારે ગામ, ગામોના આધારે શહેર, શહેરોના આધારે મહાનગર, મહાનગરના આધારે રાજ્ય, રાજ્યોના આધારે દેશ, દેશના આધારે ખંડ, ખંડોના આધારે પૃથ્વી, પૃથ્વી એટલે ગ્રહ, આ ગ્રહોના આસપાસના ઉપગ્રહો, ઉલકાઓ, તારાઓ દ્વારા એક સૌર મંડળ, આવા અસંખ્ય સૌરમંડળો દ્વારા એક ગેલેક્ષી, આવી અસંખ્ય ગેલેક્ષીઓ દ્વારા બ્રહ્માંડ, આવા અસંખ્ય બ્રહ્માંડો દ્વારા જે અનંત સર્જનની સીમાઓ અંતથી અનંત સુધી છે, એને કહે છે સ્પેસ… સ્પેસ એટલે શૂન્ય… એટલે એક એવો પોઇન્ટ જ્યાં જઈને કઇ જ નથી. માત્ર ઉર્જા છે, એક શક્તિ છે… આ શક્તિ સુધી પહોંચવાનું જ કદાચ માનવજાતિ દ્વારા રચાયેલા દરેક રસ્તાની આખરી મંજિલ હોઈ શકે છે. પણ એને પામવાની જરૂર જ નથી. કારણ કે આ આખો કડીઓ ઉલટી લઇ જતા પણ એજ શૂન્ય આવશે, જ્યાં અસંખ્ય કોશિકાઓ અંગે ઉલ્લેખ થયો. કારણ કે ત્યાં પણ સ્પેસ છે. એવુ સ્થાન ક્યાં બધી જ મર્યાદાઓ શૂન્ય થઈ જાય છે. એજ સત્ય અને એજ અનંત વિશ્વની ગહેરાઈઓમાં પ્રવાહિત થતો સમય…

ધર્મનું પણ કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી કારણ કે ધર્મ એ માત્ર અને માત્ર એક રસ્તો છે. રસ્તો હંમેશા સત્ય નથી હોતો સત્ય હોય છે સમય અને એનો પ્રવાહ. કારણ કે સમય નવા રસ્તાઓ નિર્માણ કરવા પણ સક્ષમ છે, અને જૂના રસ્તાઓને વર્તમાનમાંથી ભૂંસી નાખવા પણ સક્ષમ છે. એટલે જો રસ્તો જ સત્ય હોત તો એ અનંત હોત, પણ ના એવું નથી. દરેક રસ્તાની એક મંજિલ નિશ્ચિત છે. એટલે એ સત્ય નથી જે દેખાય છે. ધર્મનું પણ એવું છે. પહેલા માત્ર એક જ રસ્તો હતો, જેના પર બધા ચાલ્યા કરતા. મોહમદ પયગંબેરે કદાચ નવો રસ્તો શોધ્યો હશે, ઈસુ ખ્રિસ્તે પણ એવું કર્યું, મહાવીર સ્વામી, બુદ્ધ, અને એવા ઘણા લોકો થઈ ગયા. જેમણે એક જ રસ્તા પર ચાલવાના સ્થાને નવા રસ્તાઓને શોધવાની કોશિશ કરી, પણ એમનો ઉદ્દેશ્ય એક હતો, એમનો હેતુ અને મંજિલ પામવાની મહત્વકાંક્ષા એક જ હતી. પણ આ અલગ અલગ રાહોની પસંદગી છતાંય સત્ય તો એક જ હતું, એમાંથી કોઈ સનાતન ન હતું, કારણ કે સનાતન હોત તો એ આજે પણ હોત, પણ એવું નથી… આજે વર્તમાન સમયમાં મહાવીર નથી, કૃષ્ણ નથી, રામ નથી, ઈસુ ખ્રિસ્ત નથી, બુદ્ધ પણ નથી, બસ રહ્યો તો એ માત્ર સમય… આ સત્યના ખેલમાં ખોવાઈ ન જઈએ એ જ હેતુ સાથે વહેતા સમયમાં નવા નવા રસ્તાઓનું નિર્માણ થયું. કદાચ આ માર્ગો પણ સમય સાથે તાલમેલ સાધવાનું જ શીખવતા હતા, પણ આપણે એ માર્ગને એટલી કટ્ટરતા પૂર્ણ પકડી લીધો છે કે આપણે વાસ્તવિક મંજિલ જ ભૂલી ગયા, ઉદ્દેશ્ય ભૂલી ગયા, માણસાઈ ભૂલી ગયા, અને મેળવ્યું શુ…? કાંઈ જ નહીં… દુશ્મનાવટ, મૂર્ખતા, દ્વેષ, વેર-વૃત્તિ, કટ્ટરતા અને અંધ ધર્માંધતા…

પણ, કોઈ ફાયદો નહીં થાય સમય આપણને આ કટ્ટરતા દ્વારા ફરી પૃથ્વીના વિનાશ તરફ સરકાવી દેશે… માણસને માણસના દુશ્મન બનતા જોયા કરશે, કારણ કે એ આવા અંધ વ્યક્તિઓને વધારે જીવવા નહીં દે જે એકાત્મક અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. જે દેખાય છે, અનુભવાય છે છતાં સમજાતું નથી એ સત્ય છે, છતાં આપણે એવા ઈશ્વરને સ્વીકારી લીધો જે દેખાતો નથી, અનુભવતો નથી, સમજતો નથી, કે સમજાવતો પણ નથી… આપણે વાસ્તવિક ઈશ્વરને ભૂલી વચેટીયાઓમાં અટવાયેલા પડ્યા છીએ. પણ, આ વચેટીયાના ચક્કરમાં ભગવાન ક્યાંક દૂર ચાલ્યો ગયો, કોઈ એને નથી બોલાવતું, કોઈ એને નથી યાદ કરતું, વાસ્તવિક ઈશ્વર ભુલાઈ ગયો, માણસાઈ ભુલાઈ ગઈ, જીવનની મંજિલ ભુલાઈ ગઈ, પ્રકૃતિની પરિવર્તનશીલતા ભુલાઈ ગઈ, કરુણા ભુલાઈ ગઈ, સમયની સત્યતા ભુલાઈ ગઈ, સનાતન સત્યની યથાર્થતા ભુલાઈ ગઈ અને આ ભૂલવામાંને ભૂલવામાં ઈશ્વરને આપણે છોડી દીધો. આપણે સ્વીકાર્યા તો માત્ર વચેટીયા, કબરો, પથ્થરના આરસપહાણ જડેલા ઈશ્વરીય ચહેરા દર્શાવતા બુથો, લાકડાના પૂતળા, ધર્માંધ લોકો દ્વારા ઘડાયેલા અંધવિશ્વાસો, પ્રતીકો અને એવા ખોખલા વિચારો જેનું અસ્તિત્વ જ ક્ષણિક છે. છતાં આ ક્ષણિક અસ્તિત્વ ધરાવતા વિચારો કોણ જાણે કયા આધારે લોકોને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ લાગે છે, એ સમજાતું નથી.

આ પૃથ્વીનો અંત તો નિર્ધારિત છે પણ સમય તો અનંત છે. ફરી આ એકવાર સમય પોતાના પ્રવાહમાં બદલાવ લાવશે… ફરી ક્યાંક બ્રહ્માંડના કોઈક ખૂણે પૃથ્વી જેવા ગ્રહનું સર્જન થશે, જીવનની ઉતપત્તિ સંભવ થશે, ડાયનાસોર જેવા જીવો બનશે, સજીવ અસ્તિત્વ જન્મશે, મરશે અને સતત સમય પોતાના પ્રવાહને ફરતો કરશે. ફરી સતયુગ, દ્વાપર, ત્રેતા કે કળિયુગ જેવા યુગોનું નિર્માણ થશે, રામ આવશે, રાવણ આવશે, દેવ આવશે, દેવીઓ આવશે, અલ્લાહના ફરિસતાઓ આવશે, ઈશું ખ્રિસ્ત આવશે, મહાવીર સ્વામી આવશે, બુદ્ધ જન્મ લેશે, ફરશે અને સત્યની શોધ કરશે. ધીરે ધીરે આપેલા માપદંડો દ્વારા વિકાસ થશે અને આ વિકાસની આડઅસરો સમયને એવા અંતની તરફ ખેંચશે જ્યાં ફરી એક વખત પૃથ્વી જેવા સામાન્ય ગ્રહનો નાશ થઇ જશે. કારણ કે સજીવ જીવન જેમ જેમ જીવન પ્રાપ્ત કરશે તેમ તેમ પોતાની સમજદારી શાબીત કરવા પ્રકૃતિનો ભોગ લેશે, સમયનો દુરુપયોગ કરશે, સંતુલનને ખતરામાં નાખશે, પણ સમય… સમય સમયનું કાર્ય કર્યા કરશે. એ અંતનો સાક્ષી બનશે અને આરંભનો નિર્માતા. સમય બસ વહેતો રહેશે..

આ સમયની સામે લડીને પોતાને સર્વસ્વ ગણાવવાની લાલસામાં કેટલાય મૂર્ખાઓ સમયની ચપટીમાં શૂન્ય થઈ ગયા. કેટલાય સમજુ વ્યક્તિઓ પણ સમય સાથે સમયના પ્રવાહમાં એકલીન થઈ ગયા. ફરક હતો તો માત્ર લાલસા અને કર્મોનો. એકે અંત સ્વીકાર્યો અને એકે અંતને ભોગવ્યો. સમજુ અંતને સ્વીકારી શક્યા અને ગણું મેળવીને ગયા, તેમ જ મૂર્ખાઓ લડવાની વ્યર્થ કોશિશોમાં કાંઈ મેળવી પણ ન શક્યા અને સમયની થાપટે ક્યાંય ફેંકાઇ ગયા.

જ્યાં સુધી એકાત્મ સત્ય નહિ સ્વીકારાય ત્યાં સુધી માણસ માણસ લડતો રહી જશે, લાલસા અને અંધ અભિલાસાઓમાં ડૂબેલા લોકોનો અંતે તો પ્રકૃતિ અને માણસાઈનો ભોગ લઈ લેશે અને પૃથ્વી પર જીવન અને નિર્વાહ બંને સમયના પ્રવાહ સાથે અશક્ય બનતા જશે. પાણીની તંગીથી, હવાના પ્રદૂષણથી, અસંતુલ દ્વારા વાતાવરણમાં ફેલાતું પ્રદૂષણ પૃથ્વી પર જીવનને અશક્ય કરી નાખશે. પણ, માણસ છતાંય મૂર્ખ માણસની જેમ વાસ્તવિકતા સ્વીકારવાના સ્થાને પોતાની મૂર્ખ વિચારધારાઓ શાબીત કરવા એની સાથે લડશે, જે એના સ્વયંથી અલગ છે જ નહીં.

ભવિષ્યમાં અંતે તો માણસ માણસનો જ દુશમન બની ચુક્યો છે, સમયના પ્રવાહે આ જ માણસ માણસને પૃથ્વી પરથી જીવંતતા અને જીવનની શક્યતાઓને જાતે જ હણી નાખશે.

અને ફરી સમય એના ચક્રને શરૂ કરશે… એજ શૂન્ય તરફ.. અનંત તરફ...પ્રકાશ વરમોરા

Monday, April 19, 2021

Online Gurukul

अकामो धीरो …… युवानम्॥ अथर्व. १०/८/४४।
भावान्तर 8
 *हे ईश्वर ! आप अपनी तृप्ति की कामनाओं से सर्वथा रहित, सर्वज्ञ, मृत्यु से रहित तथा आनन्द से परिपूर्ण हैं। आप में किसी प्रकार की कोई न्यूनता नहीं है। आप अजर-अमर, एकरस, पूर्णसमर्थ को ही प्राप्त होकर तत्त्वज्ञानी मृत्यु से निर्भय हो जाते हैं॥*
------------------------------------

सादर नमस्ते जी,
आज दिनांक -20/04/2021 को *ऑनलाइन वैदिक पाठशाला* के अंतर्गत पढ़ाए जाने वाले पाठों की लिंक :- 
प्रातः 09:00 बजे *योग दर्शन* (कक्षा-04)-
https://youtu.be/VLRyR02UsuM 

दोपहर 03:30 बजे *उपदेश मञ्जरी*- पहला प्रवचन (कक्षा-03) - https://youtu.be/uXrG_MAgKjw

~वेद प्रचार समिति (9409615011)